GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના વિવિધ ગામોના 100 જેટલા લાભાર્થીઓને અલગ અલગ યોજના હેઠળ આર્થિક સહાય હુકમ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૨.૨૦૨૫

હાલોલ મામલતદાર કચેરી ખાતે સરકારશ્રીના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત યોજનાઓનું સંચાલન હાલોલ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે તે અંતર્ગત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં સંકટ મોચન સહાય, નિરાધાર આર્થીક સહાય, ઇન્દિરાગાંધી વૃધ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજનાઓના કુલ 100 થી વધુ હાલોલ તાલુકાના વિવિધ ગામોના લાભાર્થીઓને સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.જ્યારે આ પ્રસંગે હાલોલ મામલતદાર, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ તાલુકા પંચાયતના સદસ્યો જેમા જીગભાઈ પટેલ, જયેન્દ્રસિંહ ચોહાણ,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ હાલોલ તાલુકાના અગ્રણી કાર્યકરો તથા અધિકારીઓની હાજરીમાં સદર લાભાર્થીઓને અલગ અલગ યોજનાઓ હેઠળ આર્થિક સહાયના હુકમ આપવામાં આવ્યા હતા જેને લઈને લાભાર્થીઓના ચહેરા ઉપર ખુશી સાથે તેઓએ મામલતદાર તથા સર્વે સ્ટાફ અને ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!