GUJARAT
શિનોર મુકામે રણછોડજી મંદિર ખાતે તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી.... શિનોર વડોદરા જિલ્લા ના શિનોર મુકામે રણછોડજી મંદિર આવેલું છે.આ મંદિર ખાતે કારતક સુદ 15 ને શુક્રવાર ના શુભ દેવ દિવાળી ના દિવસે તુલસી વિવાહ નો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં શિનોર પાટડિયા પરિવાર ના ઘરેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર શિનોર નગરમાં ફરી રણછોડજી મંદિરે પહોંચી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.જ્યારે નિલેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવી ઠાકોરજીને તુલસીજી સાથે લગ્ન વિધિ કરાવી હતી.આ લગ્ન વિધિ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી તેનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.અને ત્યારબાદ મહા આરતી કરી મહા પ્રસાદીનો લાભ લીધો હતો.