નવસારી: વાંસદા તાલુકાના ખરસાણી કેન્દ્ર વણારસી ખાતે વૈશ્વિક જમીન દિવસ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર, વણારસી દ્વારા રાષ્ટ્રીય અગ્રીમ હરોળ નિદર્શન તથા આદિજાતિ વિકાસ યોજના હેઠળ ૫ મી ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. દુનિયામાં જમીનના ધોવાણ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને ટકાવી રાખવા માટે આ દિવસ ઉજવાય છે. આ કાર્યક્રમ નિમિત્તે માટી સંરક્ષણ અને તેના ટકાઉ વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવા માટે આગાખાન ટ્રસ્ટના સહયોગથી એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. ખરસાણી સંશોધન કેન્દ્રના યુનિટ હેડ અને વૈજ્ઞાનિક ડૉ પી. કે. જગતાપ એ જમીન સ્વાસ્થ, ટકાઉ જમીન વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન, પ્રદૂષણ અને શહેરી વિસ્તરણને કારણે જમીનના ફળદ્રૂપતામાં થનાર ઘટાડાને રોકવાની તાત્કાલિક જરૂરિયાત વિષે કુલ ૪૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોમાં આ સમયે જાગૃતિ કરવામાં આવી. આ સમયે અગ્રીમ હરોળ નિદર્શન યોજના અંતર્ગત સામેલ ૮૦ જેટલા ખેડૂતોના જમીનના નમૂનાઓ લઈ, ચકાસી અને લેબ પૃથ્થકરણ કરી સોઇલ રિપોર્ટ પણ આપવામાં આવ્યું. ખેતી મદદનીશ શ્રીમતી તન્વીબેન દ્વારા ખરસાણી પાક પર ચાલતી વિવિધ સંશોધનની કામગીરી વિષે માહિતી તેમજ ખરસાણી પાકના વાવેતરથી અન્ય પરંપરાગત શાકભાજી પાકો, આંબા પાક પર થતાં ફાયદાઑ અને ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવેલ હતી. આગાખાન ટ્રસ્ટ, શામગહાન તરફથી ખેતી વિકાસ કર્મચારી પ્રીતિબેન, દીપકભાઈ અને શાંતિલાલ તથા ખ. સં. કે, વણારસીના સ્ટાફ મિત્રોને કાર્યક્રમ સફળ કરી ખેડૂત મિત્રોમાં વિશ્વ જમીન દિવસ વિશે જનજાગૃતિ લાયવી. કાર્યક્રમના અંતે હજાર રહેલ સર્વેનું ક્લાર્ક મનોજભાઇ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.



