MORBI:મોરબીમાં મચ્છુ નદીના પૂરમાં ઘણા ચેક ડેમ નું ઓડિટ થઈ ગયુ!

MORBI:મોરબીમાં મચ્છુ નદીના પૂરમાં ઘણા ચેક ડેમ નું ઓડિટ થઈ ગયુ!
ચેક ડેમની સેફટી દિવાલ નાં પાયામાં લોટ પાણીને લાકડા નું થયું ઓડિટ!
મોરબી પંથકમાં મુશળધાર પડેલા વરસાદથી મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. તેમાં વનાળીયા ગામે બનાવેલ ચેકડેમમાં એક સેફટી દિવાલમાં પાયામાંથી પાણી એ માર્ગ કર્યો તેથી આ સેફ્ટી દિવાલના પાયામાં લોડ પાણીને લાકડા જેવી કામગીરીનું આ મચ્છુ નદીના પાણીએ ઓડિટ કરી નાખ્યું છે. જ્યાં ચેક ડેમની સેફટી દિવાલ ઉપરથી સબ સલામત છે પણ પાયામાંથી પાણી સોંસરવું નીકળી ગયું છે. જે પાણી નદીના કાંઠા ઉપર ખેડૂતો નેં નુકસાન પહોંચાડ્યું છે. આ બાબતે વાત કરીએ તો વનાળીયા ગામે બનાવેલા ચેકડેમ માં નદી કાંઠામાં ધોવાણ ન થાય તે માટે ચેકડેમની સાથે જ સેફટી દિવાલ બનાવવામાં આવી છે. પરંતુ તે દીવાલમાં પાયામાં જે ગુણવત્તા યુક્ત મટીરીયલ્સ નાખવું જોઈએ તે નાખ્યું નથી અને જથ્થો પણ નિયમ મુજબ નાખ્યો ન હોય તે રીતે આ સેફટી દિવાલનું બાંધકામ થયું હતું. પરંતુ આ વર્ષે ખૂબ જ વરસાદ પડતા મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું અને જેમાં પ્રચંડ જળ પ્રવાહે વનાળીયા ગામે સેફટી દિવાલના પાયામાં જ ઘા કર્યો અને પાયો સંપૂર્ણ ધોવાઈ ગયો. જેથી નદીકાંઠામાં ધોવાણ થયું છે. અને પિયત માટે ખેડૂતોએ નદીમાં મૂકેલી ઇલેક્ટ્રીક મોટરો તણાઈ ગઈ છે અને પાઇપલાઇનમાં પણ ખૂબ જ નુકસાન થયું છે આમ આ વરસાદે મચ્છુ નદીના પાણી વનાળીયા ગામે ચેક ડેમની સેફટી દિવાલ નાં પાયાનું ઓડિટ કરી નાખ્યું છે. બાકી વાત કરીએ તો સમગ્ર ગુજરાતની તો હાલ વરસાદના પાણી રોકવાના માટે સરકારશ્રીની યોજનાઓથી બનાવવામાં આવેલા મોટા ભાગના ચેક ડેમો ખરાબ પરિસ્થિતિમાં હોય તેવા વાવડ મળી રહ્યા છે.રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫.







