gmb-“ચાર્જ”ને”લઇ જાઓ”ની નિતી
V.C.ક્યાંક મથે છે? ને
રાજ્યના અમુક બંદરોના “ખો”??
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાત મેરી ટાઇમ બોર્ડની ગાંધીનગર સ્થિત વડી કચેરી અંગે થતી ચર્ચાઓ મુજબ આ બોર્ડમાં
વહીવટી કચાશ,ગોપનીયતા “શૂન્ય”? કચેરી સચવાતી નથી,સ્ટાફને અન્યાય,જુની તપાસો ધુળ ખાય છે,અરજીઓના થપ્પા, ઇન્ટરનલ ઇન્ક્વાયરીઓનું શું?? પ્યાદા પકડાયા ને “માથા” બેફિકર છે…..!!!! વગેરે બાબત સાથે તાજેતરમાં જીએમબી ની વડી કચેરીમાંથી થતુ “લીકેજ” ઝડપાયુ હતુ ત્યારે “એ” જ લગત કહેવાતપાર્ટીને જામનગરનું પોર્ટ “આપવા” થનગનતા GMB વી.સી. બેનીવાલજીએ બેડી ગૃપ ઓફ પોર્ટસના વિકાસ અને સરકારની નિતી ચકાસી લેવાની જરૂર છે ભલે હાલારનું એકાદ બંદર “કોક” ને આપવા થનગને અને તે “કોક” નું “કોક” કામ તેમજ પેટામાં ઘણું કામ કરવા જામનગરની બે પાર્ટીઓ થનગને છે પરંતુ પર્યાવરણીય પડકાર મોટો પ્રશ્ર્ન બનવાનો છે આજથી માંડી પાછળ જઇએ તો છેલ્લા છ મહીનાઓમાં થયેલી આર.ટી.આઇ.,અરજીઓ,ફરીયાદો,ઇન્સ્પેક્શન,અભયારણ્ય અને મરીન પાર્ક નુકસાન સહિતના મુદે જામનગરથી ગાંધીનગર સુધી કઇ જ નક્કર ન થયાનો નિર્દેશ કરે છે અને ખાસ કરી પર્યાવરણ ને લાગે વળગે છે તો બોર્ડની વડી કચેરી ગાંધીનગરે જ નક્કર કામ કરવાનુ છે છતાય નક્કર કામ ન થાતા અમુક બંદરોનો ખો નીકળે છે માટે જાણકારોનો સવાલ છે કે વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલજી શું કરતા હશે??? કેમકે જામનગરથી ગાંધીનગર સુધી “લઇ જાઓ” ની નિતી સાથે ડીપાર્ટમેન્ટલ “મોજા” ઉછળે છે તેની તપાસ કરાવો તોઘણા “વ્યવહારો”ખુલશેને જીએમબીમાં અમુક બ્રાંચમાં કામ કઢાવવુ હોય તો ડગલે ડગલે “પાડો” હોય છે…..!!!?ઉપરાંત હરીફાઇ નો પણ અમુક ચબરાક અધીકારીઓ લાભ લે છે અને બે ય પાર્ટીઓ પાસેથી મલાઇ મેળવે છે તે બાબત પણ જીએમબીને ડુબાડશે જો હજુય ધ્યાન નહી અપાયતો…..એવા અભિપ્રાયો મળ્યા છે. કેમકે વાઇસ ચેરમેન ને કોને ખબર ચોક્કસ અધીકારી જુથ ગાંઠતુ જ નથી ,લે ઇ કોને કેવુ??
બીજી તરફ ટીકાકારોના મતે અમુક શાસકો એ અમુક પ્રશાસકોને ઓર્ડરો કરી ને અનેક “જમીન વેચી,જળાશયો વેંચ્યા જંગલ વેંચ્યા હવે દરિયો”ય વેચે છે-બિનધાસ્ત” તેવો આક્ષેપ અમુક જાણકારો કરે છે અને કહેવાતી “તપાસો”ના, પ્રાકૃતિક સંપદા જાળવવાના, અંત્યોદય ઉત્થાનના નાટકો વચ્ચે ચોક્કસ પાંચ પચ્ચીસનાં જ “વિકાસ” થાય છે તે પણ જનતા જાણે જ છે ને? આ બધુ કોને વેંચાય છે? કોણ સરકારની ય ઉપર છે? એ તપાસ કરવાની જરૂર નથી જાણકારો જાણતા જ હોય છે
જીએમબી ની કચેરીઓમાં કેપ્ટનોની શોર્ટેજ છે,ઘણા બંદરો વચ્ચે કેપ્ટન ને ચાર્જ હોય છે હવે પોર્ટ પર પાઇલોટના દરિયાઇ જ્ઞાન વડે આઉટર એન્કરેજથી આયાત-નિકાસના જહાજોને બર્થ ઉપર, એન્કરેજ ઉપર લાવવા-લઇ જવામાં આવે છે,તેમાં શોર્ટેજ ચાલે? શીપ ને શું રોકી રાખવાના? પછી બંદર કાંઠે ટ્રાફીક વધે તો નિયમન કેમ સરખુ થાય?દરેકની તપાસ કેમ થાય? ,સેફટી ઓફીસરોને તાલીમ નથી,ટ્રાફીક શાખા પરીવહન ના ધ્યાન રાખતી નથી,સ્ટાફની ઘણી ક્રુસીયલ પોસ્ટ ખાલી છે,સમયસર અહેવાલ બનતા નથી,બજેટ જ રફેદફે છે તો વળી ડીઝાસ્ટર તાલીમોમાં કઇ સુમેળ નથી,વડી કચેરી નીચલી કચેરીઓને સાવકી ગણે છે,બંદર વહીવટ અેકંદર અધ્ધરતાલ છે તેમ પણ પરીસ્થિતિ જાણનારાઓના આક્ષેપ છે
બંદરોની સંખ્યા મુજબ પોર્ટઓફિસર તેમજ પાઇલોટની સંખ્યા ઓછી છે મોજુદ છે. જેમાં ભાવનગર બંદર અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, જાફરાબાદ, પોરબંદર, વેરાવળ અને ઓખા બંદર, જ્યારે મગદલ્લા, દહેજ જેવા નોન-પાઇલોટેજ સહિતના પોર્ટ ઉપર અધીકારીૌિ ઘટે છે તો વડી કચેરીએ સંતુલીત નિમણુંક કરવી જોઇએ એક ને જ અનેક ચાર્જ હોઇ તો કામના કલાક તો એટલા જ હોય કાયમ સરખા જ હોય તો અધીકારી બધા બંદરોએ કેમપહોંચશે ઉપરથી ભલામણોનો દોર જે છેલ્લા દાયકામાં વધ્યો છે તોબા છે તેમજ કચેરી વહીવટમાં પણ કાચા કાનના અમુક અધીકારીઓ આડેધડ બદલીકરીને કે નબળા રીપોર્ટ કરી કર્મચારીઓનો આંતરીક રોષ વધારે છે અને વહીવટને નુકસાન પહિંચાડે છે. સંભાળી રહ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં કેપ્ટન કુલદીપસિંઘ અને કેપ્ટન નિરજ હિરવાણીએ રાજીનામુ આપી દીધુ છે.પોરંબદર, ભાવનગર, ઓખા, જામનગર, નવલખી પોર્ટ પર પાઇલોટના દરિયાઇ જ્ઞાન વડે આઉટર એન્કરેજથી આયાત-નિકાસના જહાજોને બર્થ ઉપર, એન્કરેજ ઉપર લાવવા-લઇ જવામાં આવે છે.
એક તરફ પોઇલોટની ભારે તંગી અનુભવી રહેલા જીએમબીની વડી કચેરીના અમુક કુશળ અધીકારીઓ જિલ્લા કક્ષાએ જવા રાજી નથી વળી જીએમબીના મહત્વના નિર્ણયોમાં સુસ્તતા વ્યાપી રહી છે.બંદર અધીકારીઓના વર્ક પ્રોફાઇલ અને જીએમબીની મુળભૂત નિતિ મેચ થાતી નથી…..ત્યારે આવી ઘણી ગંભીર બાબતો અને વીસંગતતાઓના ઉકેલ વી.સી.સાયબ કરી શકશે કે નહી???
___ગુગલી___પ્લીઝ ડોન્ટ માઇન્ડ હાં…પ્લીઝ
આ ગુગલી માત્ર એક ક્લ્પના છે
“મોટા લોકો”( મોટા લોકોની વ્યાખ્યા બહુ જ વિશાળ અર્થમાં હોય શકે તેમાં માત્ર નેતાઓ કે અધીકારીઓ જ નહી બીજા પણ અઢળક ધન કમાનારાઓ હોય જે જાહેર ન કરી શકે એવો ફિગર હોય) પોતાના પદ ના લાભથી ખાનગી રીતે ઘણુ કમાય કે જે ને સંતાડવુ પડે છે આ રકમ કરોડોની કે અબજોની હોય એ રૂપીયા રાખતા ક્યા હશે??લોકોના સવાલ સ્વાભાવિક છે
અમુક ફીલ્મો માં બતાવે છે તેમ ઘરની દિવાલો,ચોરખાના,વગેરેમાં સંતાડે છે તેવુ અમુકના કિસ્સામાં બતાવે છે ને બનતુ ય હોય નેશનલ લેવલેથી વિદેશમાં રોકાણ થતા હોય શકે દેશમાં પણ બીજા ધંધાઓમાં બીજી કંપનીઓમાં પાર્ટનરશીપમાં પરીવારમાં કોઇ ના ખાતા કે ધંધામાં …..કોઇ ગોલ્ડ જેવી મોંઘી થાતુમાં …..કોઇ એસ્ટેટમાં ….વગેરે ઘણા રસ્તા હોય અમુકના રોકાણ બીજા રાજ્યોમાં હોય બીજા રાજ્યના અમુકના રોકાણ ગુજરાતમાં ક્યાંક હોય
જામનગર એરપોર્ટ પરથી બીજા રાજ્યોના કોઇ મોટા નેતા કે બીઝનેશમેનના આવાગમન હોવાનું કોક કેતુ તુ …….તો આ લોકોને જામનગરમાં શું કામ હોતા હશે? હોય પણ ખરા( દેખાવ પુરતા જાહેરમાં વિરોધ કરનારા નેતાઓમાંથી અમુકના ખાનગી કાર્યો સાથે પણ હોય નહી??) કંઇક બેનીફીટ હોય….તો જ આવતા હોય….બીજુ આવે જામનગર અને બાદમાં ક્યાંક જતા હોય એવુ ય ન બને??તીર્થક્ષેત્રોના બહાના હોય છે……દ્વારકાથી બેટ દ્વારકા સુધી અમુક અમુક લગડી જમીનોમાં ખાનગી પાર્ટનર ઘણા “હાલાર બહારના” પણ નહી હોય??
હમણા હમણાં તો સૌરાષ્ટ્રમાંથી નાણાં રોકાણ માટે મુંબઇ તરફ ક્રેઝ વધ્યો છે અમુક નેતાઓના પાળીતાઓ મુંબઇ જ રવાના થય ગયા છે ત્યાં જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણ કરે છે
રોકાણ ની સમશ્યા ધરાવતા અંગત ગૃપમાં આ બાબતે ચર્ચા પણ થાતી હોય કે નાણા રાખવા ક્યા??
એવી જ રીતે નાણા આવે છે કેવી રીતે તે પણ રોચક હોય છે અમુક નાની રકમના કેશ વ્યવહાર થઇ જાય એ સિવાય વાર તહેવારે અને કામ કઢાવવા ઉપરથી નીચે બધે જ અનેક રસ્તા(જેવો નેતા કે જેવો અધીકારી કે જેવો વચેટીયો તે મુજબ)હોય છે કોઇ પોતાની પ્રોપર્ટીઓમાં , ધંધા,ઉદ્યોગ,કોન્ટ્રાક્ટ વગેરેમાં કે કાગળ પર રહેલી એજન્સીઓ કે કંપનીઓ માં “આ લોકો કહે તેને પાર્ટનર બનાવે છે” ક્યાંક ગોલ્ડ કે ડાયમંડ અપાય છે,કોઇવાર અમુક જ્વેલર્સને ત્યા પૈસા જમા થય જાય છે અને “આમના ઘરવાળા કે બહારવાળા” મનગમતા ઘરેણા લાવે છે,અલબત સંપતિમાં જાહેર ન થાય, વળી કોઇ કોઇ ના સંતાનો ના ઉચ્ચ અભ્યાસનો દેશ માં કે વિદેશમાં ગમે ત્યાં નો સંપુર્ણ ખર્ચ ઉઠાવાય છે (અમુક મોટાવને બધા ને પુછીએ તો દિકરા દીકરી ફોરેન જ હોય કાં નેશનલ લેવલે બહુ મોંઘી ફી વાળી ઇન્સ્ટીટ્યુટમાં જ હોય….લે બોલ…) અમુકના વિદેશ પ્રવાસ ( જામનગરમાં જ એક પદાધીકારી કોક અધીકારી પાસેથી અઢળક નાણા લઇ અમેરીકા નહોતા ગયા??) કે મોંઘા પ્રવાસના ખર્ચ ઉપાડાય અમુક માટે લકઝરી ફ્લેટ કે બંગલોઝ અલબત બીજા કોકના નામે કરીને અપાય અમુકને મોંઘી કાર અપાય કહેવાય કે મારા દીકરાને તેના સસરાએ પ્રેઝન્ટ આપી, અમુક અમુક મોંઘા દાટ ખર્ચ ઉપાડી લેવાય અમુકના ફર્નીચર ઇન્ટીયરના ખર્ચ ઉપાડાય,અમુકને મોંઘા શેર ખરીદીને અપાય,અમુકના જાત જાતના બીલ પે કરી દેવાય,અમુકને તગડી રકમોના “કાર્ડ” અપાય,અમુકને ઘરમાં મોંઘી દાટ સુવિધાઓ વસાવિ દેવાય, પૈતૃક ગામ કે સ્વસુર ગામમાં કઇક ને કઇક રોકાણ ધંધા વિકાસાવી દેવાય કે ત્યાં ધન દાગીના ડાયમંડ ગોલ્ડ વગેરે સંતાડાવિ દેવાય સુરક્ષીત રખાવી દેવાય (અહી પાછા ફક્કડ ગીરધારી ફરતા હોય……કાં તો કે સાયબ સાવ સાદા….અમુક કે સાયબ કઇ લેતા નથી ….ખાતા નથી ….એમક્યે….હવે તારો સાયબ કોઇને મુકતો નથી….અમુક કહે કે ફલાણા મીનીસ્ટર પોતાના વિસ્તાર સિવાય ના અમુક વિસ્તારમાં ચોક્કસ જાય જ…..તારો કાકો ત્યાં ભાગીદારોને મળતો હોય છે ….સ્વાર્થ વધુ પરમાર્થનો દેખાડો કરતો હોય છે) આ સિવાય પણ ઘણા રસ્તા હોય….કહે છે ને કે દ્રઢ ઇચ્છા હોય તેને હિમાલય પણ નથી નડતો તેમ સંપતિ છુપાવનારને કદી કોઇ સીમાડા નથી નડતા……આવી દરેક લાંચ ના બદલે પ્રજા માટે કઇકનુ કઇક મોંઘુ કે ગુણવતા વગરનુ કે તકલાદી કે અયોગ્ય કે નડતરરૂપ કે કઇક જોખમ ઉભુ કરનારૂ કે નુકસાન કરનારૂ પ્રત્યક્ષકે પરોક્ષ ચોક્કસ થયુ જ હોય છે………જો કે આ ગુગલી માત્ર કપોળ કલ્પના છે માટે ગંભીરતાતયી ન લેવી કેમકે તે વાસ્તવિક નથી
____________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com