જી એન એમ અને એ એન એમ વિદ્યાર્થી ઓનો સખત ગ્રહણ સમારોહ સંતરામપુર ટાઉન હોલ યોજાયો.
*જી.એન.એમ. અને એ.એન.એમ. વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ સંતરામપુર ટાઉનહોલ ખાતે યોજાયો*
અમીન કોઠારી મહીસાગર….
હનુમાનજી જયંતી તારીખ ૧૨/૦૪/૨૦૨૫.ને શનિવારના રોજ સંતરામપુર નગર ટાઉનહોલ ખાતે જી.એન.એમ અને એ. એન. એમ. વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ શ્રી રાધે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યમુના નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ *ખેરવા* દ્વારા સુંદર રીતે પ્રથમ વર્ષ લેમ્પ લાઇટિંગ એન્ડ ઓથ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ સૌ પ્રથમ મહેમાનો નું સ્વાગત, મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, બાદ સંસ્થાના પ્રમુખશ્રી ડૉ. મોદી એ નર્સિંગ કોર્સની વિસ્તૃત માહિતી આપી, સ્વાગત પ્રવચન કર્યું.
આ શુભ પ્રસંગે પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું. જાગૃતિ બહેન રટોડા એ ફોરેન્સ નાઈન્ટિગલ ની ઝાંખી આપી, નર્સિંગ વ્યવસાયની તુલના કરી હતી.
આમંત્રિત મહેમાનો દ્વારા નવો પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓને દીપ પ્રાગટ્ય કરી, શપથ ગ્રહણ વિધિ, ક્રિષ્નાબેન પટેલિયા દ્વારા કરાવવામાં આવેલ.
પ્રાસંગિક પ્રવચનમાં પૂર્વ ધારાસભ્ય સંતરામપુર મહારાજા એ તાલીમાર્થીઓને સાચી સેવા કરવા સરસ્વતી ઉપાસક બનવા અનુરોધ કર્યો હતો. સી. પી . માયાવંશી બાલાસિનોર નર્સિંગ કોલેજના પ્રમુખશ્રીએ શુભેચ્છાઓ પોતાની અલગારી શૈલીમાં પાઠવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલે આશિર્વચન પાઠવ્યાં હતાં.
સંતરામપુરના કવિ, લેખક, મહેન્દ્ર ભાટિયા એ મીની કાશ્મીર સમા
સંતરામપુર નગરમાં હનુમાન જયંતિ ના પર્વના દિવસે આ કાર્યક્રમનું આયોજન સોનામાં સુગંધ ભળેલ જણાવી, ડૉ.મોદી સાહેબ અને સંતરામપુર નગર પ્રમુખ નિશાબેન મોદીનો આભાર વ્યક્ત કરીને , શક્તિ સ્વરૂપા રાધા અને યમુના નામાંકિત સંસ્થા વટવૃક્ષ બની સારી નામના પ્રાપ્ત કરે તેવી, શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની આભાર વિધિ ડૉ.ભવ્ય મોદીએ કરી હતી.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશભાઈ પૂવાર કર્યું હતું. રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.