GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ પોષણ માસની ઉજવણી કરાશે

 

MORBI:મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ પોષણ માસની ઉજવણી કરાશે

 

 

પોષણ અભિયાન અન્વયે એનિમિયા, વૃધ્ધિ દેખરેખ પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી અને ટેકનોલોજી સહિતની થીમ સાથે કાર્યક્રમો યોજાશે

પોષણ અભિયાન થકી સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ર.૦, એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે. પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક છે.

પોષણ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કક્ષાએ તેમજ સંલગ્ન વિભાગોની ભાગીદારીથી ચાલુ વર્ષે ૧ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’ ની ઉજવણી એનિમિયા, વૃધ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (PBPB) અને સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી મુજબની થીમ મુજબ ઉજવણી થશે તેવું મોરબી આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!