DASADAGUJARATSURENDRANAGAR

દસાડા પોલીસે શંખેશ્વર હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થા સહિત કાર ઝડપાઈ.

વિદેશી દારૂની બોટલો નંગ 177 મોબાઇલ નંગ 2 મારૂતિ રીટઝ ગાડી મળીને કુલ રૂ.3,03,940 ના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો.

તા.04/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઈવે પરથી વિદેશી દારૂની 177 બોટલો અને કાર સાથે રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો હતો જેમાં દસાડા પોલીસે વિદેશી દારૂની 177 બોટલો, મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 3,03,940ના મુદામાલ સાથે એક રાજસ્થાની શખ્સ ઝડપાયો હતો દસાડા પીએસઆઇ વી આઇ ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઈવે પર છટકું ગોઠવ્યું હતુ ત્યારે શંખેશ્વર દસાડા હાઇવે પર શંકાસ્પદ હાલતમાં નિકળેલી મારુતી રીટઝ ગાડીને દસાડા વડગામ રોડ પર દસાડા ગામના બજાણીયા વાસના નાકા પાસે ગાડીને આંતરીને કાર ચાલક વિનોદ હનુમાનરાગ જાંગુ બિશ્નોઈ રહે કોજા, ધોરીમના રાજસ્થાનની અટક કરી ગાડી સાથે ચાલકની સઘન તલાશી લીધી હતી બાદમાં દસાડા પોલીસે ગાડીની સઘન તલાશી લેતા ગાડીના ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 177 કિં.રૂ. 43,940, મોબાઈલ નંગ 2 કિં.રૂ. 10,000 અને મારુતી રીટઝ ગાડી કિં.રૂ. 2,50,000 મળી કુલ રૂ.3,03,940 ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!