ગોધરા: ઝુલેલાલ મંદિરમાં ચાલિયા સાહેબ પર્વનો શુભ આરંભ, પર્વે પ્રવેશ્યો રજત જયંતિ વર્ષમાં

પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા ખાતે સ્થિત સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલની આરાધનામાં સમર્પિત પાવન પર્વ “ચાલિયા સાહેબ” મંગળવારથી શુભ આરંભ પામશે. આ પર્વ દરમિયાન વ્રતધારીઓ અખંડ જ્યોતિની સ્થાપના સાથે હાથમાં કાંગની બાંધી ભક્તિની સફરનો આરંભ કરશે.
ચાલિયા સાહેબ પર્વ દરમિયાન 40 દિવસ સુધી વ્રતધારીઓ કડક નિયમોનું પાલન કરી ભજન, સ્તુતિ અને આરાધનામાં તલિન રહી દેશ અને સમાજની શાંતિ, પ્રગતિ અને જનકલ્યાણ માટે પ્રભુ ઝુલેલાલને પ્રાર્થના કરશે.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ગોધરાના મુખ્ય ઝુલેલાલ મંદિર ખાતે પર્વે આ વર્ષે રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પ્રમુખ કમલેશભાઈ શર્માએ સમગ્ર સમાજને પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને સેવાધારી રાજુભાઈ છતાણીએ તમામ ભક્તજનોને આરતી, ભજન-કીર્તન અને દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.







