GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના ફિરોઝખાન પઠાણની દસમી પુસ્તક “ શબોરોઝ “ શિક્ષક દિનના રોજ પ્રકાશિત

06/09/2023

નિલેશ દરજી શહેરા

નવરચના શાળાના આચાર્ય ફિરોઝખાન યુસુફખાન પઠાણની હાઈકુ કાવ્ય સંગ્રહ “ શબોરોઝ “ આજ રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે. વ્યક્તિના જીવનમાં આવનાર ઉતાર ચઢાવ અને પ્રેમ,લાગણી,સંવેદના,કુર્બાની જેવા શબ્દોને પોતાની લેખિત શૈલી દ્વારા આ પુસ્તકમાં રજુઆત કરેલ છે.

 

ફિરોઝખાન પઠાણ દ્વારા 40 હાઇકુ કાવ્ય આ પુસ્તકમાં રજુ કર્યા છે. પ્રેમ,વાયદાથી શરૂ કરી બે પર્દા સુધી પોતાના સ્વરચિત હાઇકુ કાવ્ય સંગ્રહ એટલે કે પોતાની દસમી પુસ્તક આજ રોજ નવરચના શાળા ગોધરાના કર્મચારી ગણના હસ્તે પ્રકાશિત કરી આનંદ વ્યકત કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા આ પહેલા ખ્વાબ એક સંબંધ,અલવીરાનું કુતૂહલ,પ્યારીમા, કિહાન,બાળપણ, તુમ હો જાતા હું મે,મારી શિખામણ મને,હું તો રાહ જોઈશ અને કબૂલ હૈ પુસ્તક પ્રકાશિત કરેલ છે. માનવજાતને લાગણીના તાંતણે જોડાય એ ધ્યેય સાથે પોતાની ફિલિંગ લખવાનો શોખના લીધે તેઓની દસમી પુસ્તક પ્રકાશિત થયેલ છે.

 

ફિરોઝખાન પઠાણ મિશન સ્ટેટમેન્ટ માટે ગિનીઝ વર્લ્ડ રેકોડ હોલ્ડર, શારદા યુનિ. નોઈડા ખાતે એવોર્ડ ઇન એજયુકેશન એજયુકલાઉડ લીડરશીપ એવોર્ડની સાથે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીયઅને રાજયકક્ષાએ 25 સન્માન મેળવેલ છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન મેળવેલ છે. તેઓ દ્વારા લખેલ હિંદી નાટક રાજયકક્ષાએ રજુ થયેલ છે. શીધ્ર વકતૃત્વ સ્પર્ધામાં વ્યક્તિગત તેઓ બે વખત રાજયકક્ષાએ જિલ્લાનું નેતૃત્વ કરી ચુક્યા છે. 110 ફુટ લાંબા ચિત્રના નેશનલ રેકોર્ડમાં માર્ગદર્શક રહી રેકોર્ડ હોલ્ડર છે. તેઓના સ્વરચિત નિબંધ બે વખત રાજયકક્ષાએ રજુ થયેલ છે.

 

તેઓની પુસ્તકના એક હાઈકુ આ મુજબ છે.

 

દૂર ફેંકેલી,

કૂંડા બહારની હું

સુવાસ છું,

 

કિસ્સા કહું

તો હું કોને કહું ? કે

હું ઉદાસ છું…!

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!