ગોધરાના ફિરોઝખાન પઠાણ Forever Star Book of World રેકોર્ડ સંકલનમાં માતા કાવ્ય સાથે સામેલ

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
બ્લૂ સ્ટાર પબ્લિકેશન આયોજિત The Heart that raised me વિચાર સાથે ભારતના લેખકો દ્વારા માતા માટે પોતાના વિચારો રજૂ કરતાં લેખો અને કાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ સંકલન કરેલ છે. જેમાં પંચમહાલ ગોધરાના નવરચના શાળા ગોધરાના આચર્ય ફિરોઝખાન યુસુફખાન પઠાણની કાવ્ય વહ દિલ જિસને મુજે પાલા હૈ પણ Forever Star Book of World Record માં સામેલ થઈ સન્માનીત થયેલ છે.
The Heart that raised me પુસ્તક જે પ્રેમ,હુંફ અને કાર્ય શક્તિથી સંકલિત છે. આ પુસ્તકમાં જન્મ આપનાર માતાની ભાવનાત્મક અને આધ્યત્મિક ક્ષણો રજૂ કરવાનું હેતુ પાર પાડવામાં આવ્યું છે.
ભારતને વિશ્વ પ્રશિક્ષણ રાજધાની બનાવવા માટે સક્સેસ જ્ઞાનની એક વિશાળ ચળવળમાં મિશન સ્ટેટમેન્ટ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવેલ છે. બાભડ ઇન્ટરનેશનલ પ્રકાશન મુંબઈ આયોજિત ધી શિક્ષાયાત્રામાં આર્ટિકલ સાથે વિશ્વના દસ ઓથર સાથે ઓએમજી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે.
શિક્ષણ, સાહિત્ય અને સામાજીક ક્ષેત્રે છેલ્લા 23 વર્ષથી સેવા આપનાર ફિરોઝખાન પઠાણ રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ 20 શિક્ષણ અને 05 સામાજીક સેવા માટે વિવિધ દેશના વિવિધ રાજયોની એન.જી.ઓ દ્વારા સન્માન મળેલ છે. સામાજીક સંદેશ આપતી દસ પુસ્તકો તેઓ દ્વારા લખેલ છે. તેઓએ વ્યક્તિગત અને માર્ગદર્શક શિક્ષક તરીકે સ્પર્ધાઓમાં પાંચ વખત રાજયકક્ષાએ પંચમહાલ જિલ્લાનુ નેતૃત્વ કરેલ છે. તાજેતરમાં નોઇડા દિલ્લી ખાતે સુપ્રીમ કોર્ટના ભુતપૂર્વ ન્યાયમુર્તિ કે જી બાલકૃષ્ણના હસ્તે એજ્યુકલાઉડ લિડરશીપ નેશનલ એવોર્ડ 2022 સન્માન મેળવેલ છે. આ સાથે તેઓએ વર્લ્ડ રેકોર્ડ સંકલનની હેટ્રિક કરેલ છે.






