શ્રી ખોડાઢોર પાંજરાપોળ થરામાં મૂંગા પશુઓને ગોળ તથા કેળાંનું નિરાણ કરવામાં આવ્યું..
બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાની ધર્મ નગરી થરા ખાતે દીઓદર રોડ ઉપર આવેલ શ્રી ખોડાઢોર પાંજરા પોળમા

શ્રી ખોડાઢોર પાંજરાપોળ થરામાં મૂંગા પશુઓને ગોળ તથા કેળાંનું નિરાણ કરવામાં આવ્યું..
બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાની ધર્મ નગરી થરા ખાતે દીઓદર રોડ ઉપર આવેલ શ્રી ખોડાઢોર પાંજરા પોળમા તાજેતરમાં ભગવાનશ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે શ્રી થરા જૈન સંઘ દ્વારા મૂંગા પશુઓને લાડુ,ગોળ,શાકભાજી સહીતનું નીરણ મુનીશ્રી હેમંત વિજયજી મહારાજાની નિશ્રામાં કરવામાં આવેલ ત્યારે આજરોજ તા. ૩૦/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે પરમ પૂજ્ય સાધ્વીશ્રી રાજ દર્શિતાશ્રીજી મહારાજ સાહેબ તેમજ આદિ ઠાણા યોજાયેલ નેમિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણ નિમિત્તે ભક્તિનગર તથા પાવાપુરી જૈન સંઘ દ્વારા ટ્રસ્ટી જીતુભાઈ ધાણધારા,અતુલભાઈ APMC,રાજુભાઈ પ્રગતિ બેંક, દિનેશભાઈ પાયોનિયર, વિજયભાઈ શાહ, શૈલેષભાઈ વડાવાળા, સુરેશભાઈ (વર્ધમાન ટ્રસ્ટ)સહીત જૈન શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમા ૧૦૦ કિલો ગોળ અને ૧૫૦ કિલો કેળા અને એક ટ્રેકટર લુલી ઘાસ નું નિરાણ કરવામાં આવ્યું હતું ત્યારે ગુરૂ ભગવંતોએ જૈન પરિવારને આશીર્વાદ આપ્યા હતા. શૈલેષભાઈ શાહ વડાવાળાએ પાંજરાપોળના તમામ કર્મચારીઓને કંકુ તિલક કરી ૫૦/- રૂપિયાથી અને બાકીના શ્રાવકોને ૧૦/- રૂપિયાથી પ્રભવના કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





