29 સપ્ટેમ્બરની રાત્રે આકાશમાં જોશો તો તમને 2 ચંદ્ર દેખાશે !!!
29 સપ્ટેમ્બરથી રાત્રે આકાશમાં એક નહીં પણ બે ચંદ્ર દેખાશે. આ વાતની પુષ્ટિ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાઇટીએ કરી છે.
આ બ્રહ્માંડ આશ્ચર્યથી ભરાયેલું છે. આકાશમાં ક્યારે અને શું થાય તે કોઈ જાણતું નથી. જો આજે રાત્રે તમે આકાશમાં જોશો તો તમને એક જ ચાંદો દેખાશે. પરંતુ જો તમે 29 સપ્ટેમ્બરથી રાત્રે આકાશમાં જોશો તો તમને 2 ચંદ્ર દેખાશે. અને આ વાત અફવા નથી, આ વાતની પુષ્ટિ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાઇટીએ કરી છે. તો ચાલો જાણીએ કે આવું કેવી રીતે થાય છે અને આની પૃથ્વી પર શું અસર થશે. અહીં જે ચાંદ વિશે વાત કરવામાં આવી છે તેને દુનિયામાં મની મૂન કહેવામાં આવે છે. હકીકતમાં તો અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાઇટીનું કહેવું છે કે એક દુર્લભ ખગોળીય ઘટનાના કારણે પૃથ્વીને એક અસ્થાયી મિનિ મૂન મળવાનો છે. આ મિનિ મૂન 29 સપ્ટેમ્બરથી લઈને 25 નવેમ્બર 2024 સુધી દેખાશે. જો કે ધરતીનો આ મૂન એક ઉલ્કાપિંડ છે.
હકીકતમાં તો એસ્ટરોઇડ 2024 PT5 ને 7 ઓગસ્ટ 2024 ને શોધવામાં આવ્યો હતો. આ એસ્ટરોઇડનો આકાર 10 મીટર છે. વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે આ એસ્ટરોઇડ 29 સપ્ટેમ્બરે ધરતીની એટલો નજીક આવશે કે તે ગુરુત્વાકર્ષણમાં બંધાઈ જશે. આ બાદ આપના ચંદ્રની જેમ આ પણ પૃથ્વીની ચારે બાજુ ફરતો રહેશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટરોઇડ 25 નવેમ્બર 2024 સુધી આવી રીતે જ રહેશે અને પછી પૃથ્વીની ગ્રેવીટીથી બહાર થઈ જશે.
આ એસ્ટરોઇડનો આકાર એટલો મોટો નથી કે આને નરી આંખે જોઈ શકાય. એટલું જ નહિ પણ સામાન્ય દૂરબીનથી પણ આને નહીં જોઈ શકાય. પૃથ્વીનો આ બીજો ચાંદો માત્ર એડવાન્સ્ડ ઓબ્ઝર્વેટરીમાંથી જ જોઈ શકાશે. આ એવું પણ નથી કે આ ખગોળીય ઘટના પહેલીવાર બની છે. આ પહેલા પણ પૃથ્વી સાથે આવું બન્યું છે. લગભગ 44 વર્ષ પહેલા પણ મિની મૂન જોવા મળ્યો હતો. જો કે, તે સમયે પણ તેને નરી આંખે જોવું શક્ય ન હતું.