AHAVADANGGUJARAT

Navsari: મેદસ્વિતા મુક્ત નવસારી અભિયાન અંતર્ગત યોગ શિબિરમાં ભાગ લેવાની સુવર્ણ તક

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

* આગામી ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું ભવ્ય આયોજન*

વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા દુર કરાશે. જેમા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/JpEzUTWATiWsMP6y6 ઉપર રજીસ્ટ્રેશન કરી નીચેના વોટ્સએપ ગ્રુપમા જોડાઈ શકાય છે.
https://chat.whatsapp.com/CjlkuXRk779GSd0NOtjwnF?mode=ac_t. મેદસ્વિતા કેમ્પમા જોડાનારને  ફ્રી બોડી ચેકઅપ, ડાયટ પ્લાન, પ્રકૃતિ પરિક્ષણ,મેદસ્વિતા કેમ્પની કીટ, આયુર્વેદિક ઉકાળો, ૪-૫ કિલો વજન ઉતરવાની ગેરંટી, BMI test શરીર સ્નાયુઓ અને ચરબી ની તપાસ, જેવા તમામ લાભની બહાર કિંમત ૮૦૦૦ થી વધુ છે કે કેમપમા તદન નિઃશુલ્ક મળશે. ટોકન ફીસ ૩૦૦ રૂપિયા સાથે રજીસ્ટ્રેશન માટેનું સ્થળ રામજી મંદિર નવસારી અને એસ પટેલ કોલેજ બીલીમોરા રહેશે. વધુ માહિતી માટે સમ્પર્ક : ૯૯૨૫૧૯૦૯૯૭ ઉપર સંપર્ક કરવા નવસારી જિલ્લા યોગ બોર્ડ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!