GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલમાં ૨૨ જાન્યુઆરીએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: શહેર તથા તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક સ્તરે જ હલ થાય, તે માટે ગુજરાતમાં મુખ્યમંત્રીનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલમાં છે. રાજકોટ જિલ્લાના ગોંડલ નગરપાલિકા વિસ્તાર તથા શહેરકક્ષાના પ્રશ્નોના નિવારણ માટે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ને બુધવારના રોજ યોજાશે, તેમ ગોંડલ શહેર મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.