Gondal: ગોડલમાં ઓલ ગુજરાત દાફડા પરિવારનો મહા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

તા.૨૫/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: ગોંડલમાં ઓલ ગુજરાત દાફડા પરિવાર દ્વારા મહા સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો હતો આજરોજ ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારે 9:00 થી સાંજના પાંચ કલાક સુધી આ કાર્યક્રમ શરૂ રહેલ
આ કાર્યક્રમની રૂપરેખા જેમાં સાધુ સંતો અને મહંતોના સામૈયા કરવામાં આવ્યા હતા,જેમાં ડીજે ના તાલે સમગ્ર ઠેર ઠેરથી આવેલા ગુજરાત આખામાં આવેલા ત્રણથી ચાર હજાર લોકો આ સામૈયામાં જોડાયા હતા, ત્યારબાદ 11:00 કલાકે દીપ પ્રાગટ્ય અને સન્માન સમારોહ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રવચન તેમજ પરિવાર ના એક સંકલ્પ સાથે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં મહા સ્નેહમિલન અને સન્માન સમારોહ તેમજ વિદ્યાર્થીઓને સત્કાર પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહંત શ્રી આત્મહંસ સાહેબ ગુરુ શકલ હંસ તેમજ ગુલાબ દાસ બાપુ આમરણ, ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ કચ્છ, મહદશી ભીમ સાહેબ ની જગ્યા આમરણ, સંત શ્રી દાસી જીવણ સાહેબ ની જગ્યા ઘોઘાવદર ના સંચાલકો તેમજ દાસી જીવણ સાહેબને ઉપાસક અને ગોંડલના પૂર્વ સાંસદ રમેશ ધડુક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
બપોરે 12:30 કલાક મહાપ્રસાદ ના દાતા છે રાફડા રવજીભાઈ રામજીભાઈ તેમના સહયોગથી તમામ પરિવારજનોને મહાપ્રસાદ કરાવ્યો હતો સાથે એક કલાકે વિચાર વિમાનમાં ચર્ચા તેમજ ત્રણ કલાકે ભીમરાશ અને પાંચ કલાકે આભાર તેમજ વિદાય સમારંભ યોજાયો હતો.
આ કાર્યક્રમ દાસી જીવણ પ્લોટ જેતપુર રોડ ગોંડલ ખાતે સમગ્ર ગુજરાતમાંથી ઓલ દાફડા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાલ હરણફાળ કરતા ટેકનોલોજીમાં પરિવાર સાથે કેવી રીતે તાલ મેં જાળવવો અને સંગઠિત રહેવું કેવુ આ કાર્યક્રમમાં જોવા મળી રહ્યું હતું.







