GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

તા.૩/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ગ્રામીણ મહિલા ઉત્કર્ષ માટે ૧૭ અરજીઓમાં કુલ રૂ. ૩૭ લાખની રકમના ચેક વિતરણ

Rajkot, Gondal: ગ્રામ્ય મહિલાઓના આર્થિક ઉત્થાન અને સ્વાવલંબન માટે નાણાકીય સહાય પૂરી પાડતી એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ગોંડલ ખાતે ગત તા. ૩૧ જાન્યુઆરીના રોજ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનભાઈ ઉકાવાળાએ સખી મંડળના બહેનોને બિઝનેસ પ્લાન તૈયાર કરવાની પદ્ધતિ, બજાર સંશોધન અને ગ્રાહક ઓળખ, નાણાકીય વ્યવસ્થાપન અને બુક કીપિંગ, ગુણવત્તા નિયંત્રણ અને ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટિંગ અને વેચાણ તકનીક વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેંક મેનેજર દ્વારા યોજનાની વિગતો અને લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં મહિલાઓ દ્વારા આવેલી ૧૭ અરજીમાં કુલ રૂ. ૩૭ લાખની રકમનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા લાઇવલીહુડ મેનેજરશ્રી નિરુપા બેન, તાલુકા એ.પી.એમ.ટી. અધિકારી શ્રી ગોહિલ શક્તિસિંહ, કલ્સ્ટર કોઓર્ડીનેટરશ્રી, આર.ડી.સી. અને જી.જી.બી. બેંકના મેનેજરશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!