GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ પાલિકામાં ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ની થીમ સાથે યોજાયું સફાઈ અભિયાન

તા.૭/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તથા ઝુંબેશ ચાલી રહી છે.
ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના થીમ સાથે સફાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી હતી. આ સાથે નાગરિકોને પણ સ્વચ્છતા જાળવી રાખવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.





