GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ મત વિસ્તારમાં ઘરે-ઘરે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અને મતદાન માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ

તા.૩૦/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં લોકશાહીના અવસર ચૂંટણીને દીપાવવા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે ૭૩ – ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસરશ્રી ઘરે-ઘરે મુલાકાત લઈને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અને મતદાન માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મતદાતાઓને અચૂક મતદાન કરવા અને આજુબાજુ રહેતા લોકોને મતદાન કરાવવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે મતદારોએ મત આપીને ચુંટણીમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક ખાતરી આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!