Gondal: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોંડલના પાટીદડ ખાતે ફ્લેગ હોઈસ્ટિંગ સેરેમની સંપન્ન

તા.14/11/2025
વાત્સલયમ્ સમાચાર
મુખ્યમંત્રીશ્રીનું સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કરાયું
બાલીકા પંચાયતની કન્યાઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટેબ્લેટ ભેટ કર્યાં
Rajkot, Gondal: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગોંડલના પાટીદડ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સૌપ્રથમ ગોંડલ હેલીપેડથી પાટીદડ યુનિટી સિમેન્ટ પ્લાન્ટ પહોચ્યા હતા. સિમેન્ટ પ્લાન્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ફ્લેગ હોઈસ્ટિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી પ્લાન્ટના નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું. આ સાથે તેમણે નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરી તકતીનું અનાવરણ કર્યું હતું.
આ તકે યુનિટી સિમેન્ટનાં મેનેજિંગ ડિરેક્ટરશ્રી પુનિતભાઈ ચોવટીયાએ મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિન્હ તથા પુષ્પથી સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શ્રી પિયુષભાઈ ચોવટીયા, શ્રીઅમિતભાઈ કણસાગરા, શ્રીપંકજભાઈ વેગડા તથા શ્રીસુખદેવભાઈ ફળદુએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી હતી.
આ ઉપરાંત શ્રી રમેશભાઈ અઘેરા, શ્રી સંજયભાઈ ઠુંમર, શ્રી રાજેશભાઈ શેરસીયા તથા શ્રી સાવનભાઈ જાસોલીયાએ મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે દીકરીઓ શિક્ષિત બની દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. દીકરીઓનાં ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની યોજનાઓ કાર્યરત છે. ત્યારે પાટીદડ ગામની બાલીકા પંચાયતની કન્યાઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટેબ્લેટ ભેટ કરી ટેક્નોલૉજીનાં ઉપયોગ સાથે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે શ્રી અબજીભાઈ ધોળુ, શ્રી રમેશભાઈ શેરસિયા, શ્રી નિમેષભાઈ ચોવટીયા, શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી જગદીશભાઈ, શ્રી મગનભાઈ ચોવટીયા, શ્રી હકુભા જાડેજા, શ્રી પરેશભાઈ આરદેશણા તથા શ્રી અમિતભાઈ કણસાગરાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
આ તકે ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો, મહાનુભાવશ્રીઓ તેમજ કર્મચારીઓનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન ઝીલ્યું હતુ
યુનિટી સિમેન્ટ પાટીદડ પ્લાન્ટના નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રસ્થાપિત ધ્વજ સ્તંભની ઊંચાઈ ૫૫ મીટર (૧૮૦ ફૂટ) તથા રાષ્ટ્રધ્વજનું માપ ૪૦ ફૂટ × ૬૦ ફૂટ છે.
આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા, જિલ્લા કલેકટર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનન્દુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડાશ્રી વિજયસિંહ ગુર્જર સહિત અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








