GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ તાલુકાનાં હડમતીયા, ગરનાળા અને લુણીવાવ ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા અને આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ઘટક ગોંડલ ૨નાં હડમતીયા, ગરનાળા અને લુણીવાવ કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ અને આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.

આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને યુનિફોર્મ અને ગીફ્ટની કિટનું વિતરણ કરીને હડમતિયાની શાળાના કોમ્પ્યુટર લેબનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પદાધિકારી અને આંગણવાડીમા પ્રવેશ મેળવેલ બાળક દ્વારા વૃક્ષારોપણ કરી “વૃક્ષ વાવો, વરસાદ લાવો” સૂત્રને સાર્થક કર્યું હતું.

આ તકે આઈ.સી. ડી.એસ.ના CDPOશ્રી કોમલબેન ઠાકર, CRC ગજેરા મનીષાબેન, PSE ઇન્સ્પેકટર હેમલતાબેન દાફડા, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, વર્કર તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!