GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલમાં ભીના કચરા અને સૂકા કચરાના વર્ગીકરણની સમજ આપતું શેરીનાટક ભજવાયું

તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન – અર્બન’ હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે શેરીનાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારમાં ભીના કચરા અને સૂકા કચરાના વર્ગીકરણની સમજ આપતું શેરીનાટક ભજવાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ઘરમાં ભીના કચરા અને સૂકા કચરાને અલગ-અલગ કરવાના મહત્વ વિશે સમજાવવાનો હતો.
કલાકારોએ નાટકમાં સરળ અને મનોરંજક રીતે દર્શાવ્યું હતું કે કેવી રીતે ભીના કચરા જેમ કે ખાવા-પીવાની ચીજો અને સૂકા કચરા જેમ કે પ્લાસ્ટિક, કાગળ, કાચને અલગ-અલગ ડસ્ટબિનમાં નાખવાથી કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે. આ શેરીનાટકને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.




