GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલના આશાપુરા હોલ શેલ્ટર હોમમા પૂર અસરગ્રસ્તોની આરોગ્ય તપાસણી કરાઈ

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તથા પૂર અસરગ્રસ્ત લોકો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પૂર અસરગ્રસ્તોને રહેવા તથા ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ ટીમ દ્વારા આરોગ્યની તપાસણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ ખાતેના આશાપુરા હોલ સ્થિત શેલ્ટર હોમમા આશ્રય મેળવી રહેલા તમામ નાગરિકોના આરોગ્યની તપાસણી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી હતી.



