GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં સ્વચ્છતા ઝુંબેશ નગરપાલિકા દ્વારા સઘન સફાઈ અને નિરીક્ષણની કામગીરી

તા.૧૮/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: રાજ્યના અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં સ્વચ્છતા અંગે આપવામાં આવેલી ખાસ સૂચનાઓના અમલીકરણ માટે ગોંડલ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાની ચકાસણી કરવા માટે સઘન નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો, મુખ્ય બજારો અને જાહેર સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન સફાઈની ગુણવત્તા ચકાસવામાં આવી હતી અને જ્યાં જરૂર જણાય ત્યાં તત્કાલ સફાઈ કરાવવા માટે સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

સાથોસાથ, શહેરમાં કચરાના નિકાલ માટે મહત્વની ગણાતી ‘ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન’ સિસ્ટમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કચરો એકત્રિત કરતા વાહનોની રૂટ મુજબની નિયમિતતાની તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરનો કચરો સમયસર અને યોગ્ય રીતે એકત્ર કરી શકાય.

વધુમાં, શહેરના ટ્રાફિક અને અવરજવર માટે મહત્વના એવા લાલપુલ અંડરબ્રિજની સફાઈ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!