સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે,નાસિકથી રાજકોટ જઈ રહેલ આયસર ટેમ્પોનાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે મોટર સાયકલને અડફેટે લઈ માર્ગ સાઇડે પલ્ટી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો..
MADAN VAISHNAVFebruary 23, 2025Last Updated: February 23, 2025
2 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પર નાસિકથી રાજકોટ જતો આયસર ટેમ્પો નં GJ.03.BW.8423નાં ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામે થી આવી રહેલ સ્કૂટી બાઈક ચાલક રાજાબાબુ અને મોટર સાયકલ ચાલક રાજેન્દ્રભાઇને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી.અહી બન્ને મોટરસાયકલ ટેમ્પો નીચે કચડાઈ હતી.આ અકસ્માતમાં મોટર સાયકલ સવારોમાં એક જીઆરડી યુવાન અને અન્ય મોટર સાયકલ સવાર સહીત ટેમ્પો ચાલક ને ગંભીર ઇજા પહોંચી હતી.બાદમાં તમામ ઈજાગ્રસ્તો ને સામગહાન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા.આ અકસ્માત અંગે વૈભવભાઈ રમેશભાઈ મિસ્ત્રી એ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે આયસર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
«
Prev
1
/
84
Next
»
વડતાલ કણજરી ચોકડી પાસે ત્રણ ઇસમોને ૩.૮૪૦ કિગ્રા ગાંજા સાથે એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યા