Gondal: ગોંડલ તાલુકાના ઘટક ગોંડલ ૨ ની ૯૧ આંગણવાડીમાં બાળકોનું વાજતે ગાજતે થયું નામાંકન

તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: સમગ્ર ગુજરાતમા સરકારશ્રી દ્વારા નાના બાળકોને આંગણવાડીમાં અને શાળાઓમાં ઉત્સાહભેર પ્રવેશ મળે તે માટે સતત ૩ દિવસથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૧મી શૃંખલાનો પ્રારંભ કરાયો છે. જે અન્વયે ઘટક ગોંડલ-૨ ની ૯૧ આંગણવાડીમાં બાળકોને વાજતે ગાજતે અને ઉત્સાહથી બાળકોને પ્રવેશ આપવામા આવ્યો છે.
આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનુ પુસ્તક આપીને અભિવાદન કરાયું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં. આ સાથે બાળકોને પણ મેળવેલ તમામ બાળકોને યુનિફોર્મ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની બાળ પોટલીઓ વર્કર બહેનોના હસ્તે આપવામાં આવી હતી.
આ તકે પદાધિકારીઓ, અધિકારીઓ, વાલીઓ અને આંગણવાડીઓના કર્મચારીઓએ ઉપસ્થિત રહી બાળકોનુ આંગણવાડીઓમાં સ્વાગત કર્યું હતું.






