GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: અવસર લોકશાહીનો : ગોંડલમાં ઓસ્ટન સિનેમા ખાતે મતદાનના મહત્વને ઉજાગર કરતું બેનર લગાવાયું

તા.૧૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના અવસર એવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી બને, તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશ અનુસાર ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જે અન્વયે ૭૩ – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારીશ્રી રાહુલભાઈ ગમારાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઓસ્ટન સિનેમા ખાતે મતદાનના મહત્વને ઉજાગર કરતું બેનર લગાવવામાં આવ્યું છે. જેથી, સિનેમા હોલમાં ફિલ્મ જોવા આવતા લોકો સુધી મત આપવા જવાનો સંદેશો પહોંચાડી શકાય. આમ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!