GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલની ૧૬૦૦થી વધુ વિદ્યાર્થિનીઓનએ માનસિક સ્વાસ્થ્ય, કારકિર્દી અને પરીક્ષાલક્ષી તૈયારી માટે માર્ગદર્શન મેળવ્યું

તા.૨૭/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગુજરાતના વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબુત અને સ્વસ્થ રહે તે માટે રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની વ્યવસાયી માર્ગદર્શન સંસ્થા અમદાવાદ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની યુ.એલ.ડી. ધડુક કન્યા વિદ્યાલય, મોંઘીબા હાઈસ્કુલ ફોર ગર્લ્સ અને કે.બી.બેરા કન્યા વિદ્યાલયની ધો.૦૭થી ૧૨ની વિદ્યાર્થિનીઓને માનસિક સ્વાસ્થ્ય, કારકિર્દી અને પરીક્ષાલક્ષી તૈયારી અંગેનો સેમિનાર યોજાયો હતો.

શાળા સલાહકાર શ્રી ભાવનાબેન ભોજાણીએ રમતગમત, વિજ્ઞાન, મનોરંજન, સાહિત્ય સહિતના ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા વ્યક્તિઓના જીવન પ્રસંગો તથા પ્રેરણાદાયી બોધ વાર્તાઓમાંથી વિદ્યાર્થીઓને શીખ લેવા સમજાવ્યું હતું. જીવનના કપરા સમયમાં મનોબળ મજબુત બનાવવા અને આવનારી પરીક્ષાઓમાં અથાક મહેનત કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ રોજીંદા જીવનમાં કસરત, યોગ, ધ્યાન કરી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ તથા પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

યુ.એલ.ડી. ધડુક કન્યા વિદ્યાલયની ૯૦૦ વિદ્યાર્થિની, મોંઘી બા હાઈસ્કુલ ફોર ગર્લ્સની ૩૨૪ વિદ્યાર્થિની અને કે.બી.બેરા કન્યા વિદ્યાલયની ૪૪૦ વિદ્યાર્થિનીઓ મળીને ૧૬૬૪ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!