GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: “મેદસ્વિતામુક્ત ગુજરાતનો સંકલ્પ” ગોંડલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભવ્ય યોગ શિબિર યોજાઈ

તા.૨૬/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગોંડલ તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારના ૪૦૦ જેટલા યોગ સાધકોએ યોગાભ્યાસનો લાભ લીધો હતો.

આ શિબિરમાં ઝોન કો-ઓર્ડીનેટર શ્રી વંદનાબેન રાજાણી દ્વારા સાધકોને મેદસ્વિતામુક્તિ માટેના ખાસ આસનો, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ અલગ-અલગ શારીરિક રોગો સામે યોગ દ્વારા કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકેની ટ્રેનિંગ કઈ રીતે લઈ શકાય અને યોગ ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી નિમેષભાઈ ધડુક, શ્રી જગદીશભાઈ રામાણી તથા શ્રી મગનભાઈ રાદડિયાએ ખાસ હાજરી આપી સાધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દક્ષાબેન હિરપરા, ગોંડલ યોગકોચ શ્રી હેતલબેન ઠુંમર, દક્ષાબેન પંડ્યા, જાગૃતિબેન તળાવીયા તથા સમગ્ર યોગ બોર્ડની ટ્રેનર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!