GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ માર્કેટીંગ યાર્ડમા ગોંડલીયા મરચાની ખરીદી માટે કેનેડા ના વેપારીઓ પહોંચ્યા

તા.૨૫/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડ ની દેશ વિદેશ ના વેપારીઓ ખરીદી માટે આવતા હોય છે ત્યારે કૅનેડા ના વેપારીઓએ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ની મુલાકાત કરી હતી. કેનેડામાં મરચા ના બિઝનેસ સાથે સંકળાયેલ વેપારીઓ એ ગોંડલ ના પ્રખ્યાત ગોંડલીયા મરચાના આવક શરૂ થતાં ખરીદી માટે આવેલ અને અહીંની કાર્ય પદ્ધતિ વિષે માહીતી મેળવી હતી. આ તકે યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.




