CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર જિલ્લામાં સુશાસન દિનની ઉજવણી

મૂકેશ પરમાર નસવાડી 

ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજય સરકારની નેમ છે. છોટાઉદેપુર જિલ્લા (ઇ. ચા)કલેકટરશ્રી શૈલેશભાઈ ગોકલાણીએ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે સ્વાગત 2.0ની ચર્ચા કરી હતી. તેમણે તમામ અધિકારીશ્રીઓને ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત આવેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચન કર્યું હતું.રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ૬૦૦ થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. 

  સુશાસન દિનની ઉજવણીમાં વિડિયોના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓ જોડાયા હતા. 

આ કાર્યક્રમમાં(ઇન્ચાર્જ) કલેકટરશ્રી શૈલેશભાઈ ગોકલાણી અને (ઇન્ચાર્જ) જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, છોટાઉદેપુર પ્રાંત અધિકારીશ્રી, મામલતદાશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી,સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. .

Back to top button
error: Content is protected !!