BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, પોલીસ સ્ટેશન ની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહયા.
સમીર પટેલ, ભરૂચ
આવનારા આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જ્યંતી ના તહેવારો આવી રહયા છે જે શાંતિમય વાતાવરણ મા ઉજવાય તે હેતુસર ભરૂચ જિલ્લાના શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું આયોજન કરાયું હતું. જેમાં નબીપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એ.એચ. છૈયા ની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહયા હતા. આ બેઠકમાં આવનારા તહેવારો શાંતિમય રીતે ઉજવાય તે અંગેની વિસ્તૃત ચર્ચા કરી તમામ ઉપસ્થિત આગેવાનો ને માહિતગાર કરાયા હતા જેથી તેઓ પોતાના વિસ્તારમાં નાગરિકોને સમજ આપી એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવી શકે.