GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આંતરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા માટે  ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયો..

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલા અધ્યક્ષ રાકેશભાઈ શર્મા,AHP દક્ષિણ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ કિશોરભાઈ કબાટ વાળા, રાષ્ટ્રીય ગૌ–સેવા પરિષદના દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ સાજનભાઈ ભરવાડ, AHP નવસારી જિલ્લાના મહામંત્રી પરેશભાઈ સોની સહિત જિલ્લાના હિન્દુ  આગેવાનો સાથે મળી આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી નવસારી જિલા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં હાલના સમયમાં ભારતના ઘણાં બધા રાજ્યોમાં હિન્દુ સમાજ સુરક્ષિત નથી. હિન્દુ તહેવારો ઉપર પ્રતિબંધો, ધર્માંતરણ અને લવ જહાદ જેવી ઘટનાઓ વધી રહી છે. વસ્તી નિયંત્રણ ન હોવાને કારણે દેશમાં ખાસ કરીને બંગાળ, આસામ, કેરળ અને ઉત્તર પ્રદેશમાં હિન્દૂઓની વસતી ધીરે ધીરે ઘટી રહી છે અને વિધાનસભા બેઠકોથી લઈને રાષ્ટ્રીય સ્તરે તેમનું પ્રતિનિધિત્વ પણ ખતમ થવા જઈ રહ્યું છે.

અનેક દેશોમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ છે. તો ભારતમાં કેમ નહીં? જો આજથી કડક પગલાં ન લેવામાં આવે તો આવનારા વર્ષોમાં દેશનું ધોરણ બદલાઈ જશે. વિદેશી ઘૂસણખોરો પણ મોટા પાયે વસવાટ કરી દેશના આંતરિક સુરક્ષાને ખતરો ઊભો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ,કેરળ અને આસામ જેવા રાજ્યોમાં અનેક વિસ્તારોમાં હિન્દુઓ માટે જીવન મુશ્કેલ બની ગયું છે.
લવ જહાદ અને ધર્માંતરણના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. બાળાવસ્થામાં હિન્દુ છોકરીઓના અપહરણ અને ધર્માંતરણના બનાવો પણ વધી રહ્યા છે. આવા કિસ્સાઓને રોકવા માટે અને હિન્દુ સમાજની રક્ષા માટે વસતી નિયંત્રણ કાયદો એક અગત્યનું હથિયાર બની શકે છે. શ્રી અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં દેશમાં બે બાળકોનો નિયમ લાગુ કરવાની વાત થઇ હતી, અત્યારની પરિસ્થિતિમાં તાત્કાલિક આ કાયદો બનાવવો જરૂરી બન્યો છે.દેશમાં વસતીની અતિશય વધારાની અસર રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને રાષ્ટ્રીય સંસાધનો ઉપર પણ પડી રહી છે. જેથી તાત્કાલિક ભારત સરકાર “વસતી નિયંત્રણ કાયદો” ભારતભરમાં લાગુ કરે અને બે બાળકોની નીતિ કડક રીતે અમલમાં આવે જેથી દેશની સુરક્ષા, સમાજની સ્થિરતા અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ થાય સાથે સાથે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને તાત્કાલિક ભારત દેશ માંથી હાંકી કાઢવામાં આવે તો ભારતની સુરક્ષા,સમૃદ્ધિ અને દેશ હિત માટે વસતી નિયંત્રણનો કાયદો બનાવવો અતિ જરૂરી બન્યો છે તેવી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી તાત્કાલિક વસતી નિયંત્રણ કાયદો બનાવવા માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!