ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જીલ્લામાં થેલા છાપ પત્રકારોના તોડપાણીથી સરકારી બાબુઓ અને ધંધાર્થીઓ પરેશાન

અરવલ્લી : બે નંબરી ધંધા કરતા અસામાજીક તત્ત્વોનો પત્રકારના કાર્ડ અને બેનર લગાવી સરકારી અધિકારીઓ સામે રોફ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બે નંબરી ધંધા કરતા અસામાજીક તત્ત્વોનો પત્રકારના કાર્ડ અને બેનર લગાવી સરકારી અધિકારીઓ સામે રોફ

કેટલાક કલમના કસબીઓ પત્રકારત્વની આડમાં ગોરખધંધા કરતા હોવાથી પત્રકાર આલમમાં રોષ

અરવલ્લી જીલ્લામાં થેલા છાપ પત્રકારોના તોડપાણીથી સરકારી બાબુઓ અને ધંધાર્થીઓ પરેશાન

જીલ્લામાં બે નંબરી અને ગેરકાયદેસર ધંધો કરનાર અસામાજિક તત્ત્વો પત્રકાર બની બિંદાસ્ત તેમના ગોરખધંધા ધમધમાવી રહ્યા છે

સોશ્યલ મીડિયાના જમાનાનો દુરુપયોગ કરી કલમનો ક પણ નહીં જાણકારો કહેવાતા પત્રકાર બની બેઠા છે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને દમદાટી આપી હપ્તા વસૂલી રહ્યા છે કેટલાક બુટલેગરો,જીલેટીન સ્ટીક (ટોટા) વેચતાં,સરકારી કોન્ટ્રાક્ટરો અને પશુખોળ સહિત ખાદ્યપદાર્થો વેચાણ કરતા શખ્સો પત્રકારના કાર્ડ લઇ રોફ જમાવી રહ્યા છે સરકારી તંત્ર અને પોલીસ અધિકારીઓ પણ આવા નકલી પત્રકારો સામે અગમ્ય ડરના લીધે નતમસ્તક બની રહેતા હોવાની ચર્ચા

પત્રકારત્વને ચોથી જાગીરી તરીકે સમગ્ર દુનિયામાં ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પત્રકારત્વને ખંડણી માટેનું હાથવગું શસ્ત્ર કેટલાક પત્રકારોએ બનાવી દીધું હોવાની અનેક ઘટનાઓ સતત બની રહી છે અમદાવાદના વેબ પોર્ટલના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ અને પ્રાંતિજ નજીક ટોલપ્લાઝા પાસે ચાર લાખની લાંચ માંગતા પત્રકારોના કિસ્સાની આંખો સામે છે અમુક પત્રકારો જે રીતે રોફ જમાવી બે નંબરી ધંધાઓનું સેટિંગ કરાવતા હોવાની સાથે ગેરકાયદેસર ધંધા પણ કરતા હોવાથી અનેક બે નંબરી ધંધો કરતા ધંધાર્થીઓ પત્રકારની પછોડી ઓઢી લઇ ધમધોકાર ગેરકાયદેસર ધંધા કરી રહ્યા છે સરકારી તંત્ર અને પોલીસ પણ પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આંખ આડે કાન કરતી હોવાથી અસામાજીક તત્ત્વો પત્રકારના કાર્ડ અને ઓફીસ આગળ મસમોટા બેનર લગાવી બેલગામ બન્યા છે

અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણ પછી થેલા છાપ પત્રકારોનો રીતસરનો ઉભરો આવ્યો છે સમાચાર પત્રો,મીડિયા જગત અને સોશ્યલ મીડિયા ચેનલ પણ પત્રકારત્વને ધંધો બનાવી દીધો હોય તેમ પત્રકારત્વના કાર્ડનું ધૂમ વેચાણ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લામાં ગોરખધંધા કરતા અસામાજીક તત્ત્વો પત્રકારના કાર્ડ બે નંબરી રૂપિયાથી ખરીદી લઇ સરકારી તંત્ર અને લોકોમાં ભારે રોફ જમાવી રહ્યા છે જિલ્લામાં અનેક બુટલેગરો , જીલેટીન સ્ટીક (ટોટા)નું ગેરકાયદેસર વેચાણ કરનાર,સરકારી કોન્ટ્રાક્ટરો,બિલ્ડર્સ, ટેક્ષ ચોરી કરતા મોટા ધંધાર્થીઓ પણ પત્રકાર બની પત્રકાર જગતને બદનામ કરતા મહેનતુ અને ઈમાનદાર પત્રકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કેટલાક લેભાગુ થેલા છાપ પત્રકારો દિવાળી પર્વમાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળી સરકારી અધિકારીઓ,કર્મચારીઓ અને બે નંબરી ધંધા કરતા ધંધાર્થીઓ અને ઝોલા છાપ તબીબોને દમદાટી આપી ખંડણી ઉંઘરાવાતા હોવાની બૂમો ઉઠી છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા ખંડણીખોર લેભાગુ પત્રકારો અને બે નંબરી ધંધામાં સરકારી તંત્રની કોઇ અડચણ પેદા ન થાય તે માટે બની બેઠેલા પત્રકારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Back to top button
error: Content is protected !!