GUJARATKHERGAMNAVSARI

ખેરગામની સરકારી કોલેજમાં ઉત્સાહભેર F.Y.B.A./B.Com અને F.Y.B.Sc.નાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

તા)/૦૭/૨૦૨૪ને મંગળવારના રોજ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ, જિ નવસારી ખાતે આચાર્યશ્રી ડો એસ એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ IQAC Mate શૈ.વર્ષ૨૦૨૪/૨૦૨૫માં F.Y.B.A/B.Com અને F.Y.B.SC. માં પ્રવેશ મેળવેલ ૧૮૦ નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયક્રમની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી હતી. આ કાયક્રમમાં સામાજિક કાર્યકર અમ્રતભાઇ પટેલ રમેશભાઈ ડી. પટેલ, બ્રહ્મો સમાજના આગેવાન અને કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળના ઉપ પ્રમુખ શ્રી અંકુરભાઈ શુક્લ, ખેરગામના પત્રકાર દિપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહેમાનોને આચાર્યશ્રી ડી.એસ એમ પટેલ સાહેબશ્રી એ શાબ્દિક પરિચય આપી પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. મહેમાનશ્રીઓએ જણાવ્યું હતું કે પોતેજ પોતાનું ભવિષ્ય બનાવવાનું છે. સ્વયં તમેજ તમારા ભાગ્ય વિધાતા છો વિદ્યાર્થી પરીસરમાં દાખલ થયા પછી સ્વયંશિરતમાં રહે એ ખૂબ જરૂરી છે. સમાજસેવાની સાથે રાષ્ટ્રરોવા કરતા રહો” તેમ કહી ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આચાર્યશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન આપતા જણાવ્યું હતું કે “જેમણે શ્રદ્ધા અને વિશ્વાસ મૂકીને આ કોલેજમાં પ્રવેશ લીધો છે તે જવાબદારી અમારી બને છે તમામ વિદ્યાર્થીનું વ્યક્તિગત વ્યાન રાખીશું આ સંસ્થા ઉપર મુકેલ વિશ્વાસને આવકાર છે. ઈતર પ્રવૃત્તિઓ સમાયંતરે યોજાતી રહેશે આદિવાસી વિસ્તારની અંદર કોલેજ સ્થાપવાનો હેતુ એ છે કે આ વિસ્તારની એકપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ મુખ્ય ઉદ્દેશ છે. આ કોલેજ પ્રત્યેશ આપવા માટે હમેશા તૈયાર રહે છે અને રહેશે.” આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા-ખુમરાજ કે મહેતાએ કર્યું હતું અને અંતે પ્રા.ડૉ.જ્યોતિબેન કુરાડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!