GUJARATJUNAGADHKESHOD

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને જન જાગૃતિ ફેલાવવાનાં હેતુસર કેશોદ શહેર નાં મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉજવણીના આરંભ માં શાળામાં  પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહ નાં સંવર્ધન અંગેના સુત્રોચ્ચાર અને વનરાવનનો રાજા ગર્જે ગીત ની પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારબાદ  શાળાના પટાંગણ માં વિદ્યાર્થિનીઓને સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેનું પ્રવચન અને પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.જેમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ અને આચાર્યાશ્રી ,શિક્ષકો તેમજ વન વિભાગ તરફથી ફોરેસ્ટર ખાંભલા સાહેબ , વનરક્ષક ભલગરિયા સાહેબ ફોરેસ્ટ ગાર્ડ ભગાભાઇ તથા પર્યાવરણવિદ પનારા સાહેબ જોડાયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્યા રૂપાપરાબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રેલીના અંતે શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જ ડી.પી. કરમટા દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત સર્વે મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો.

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!