GUJARATMAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની હર્ષિકા ડામોરની પરીક્ષા બે ચર્ચા 2025માં સિલેક્શન થતા સમગ્ર જિલ્લામાં ખુશાલી.

સંતરામપુર ની ધોરણ 10 ની વિદ્યાર્થીની નું “પરીક્ષા પે ચર્ચા 2025” માં સિલેક્શન થતાં મહીસાગર જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

રિપોર્ટર…. અમીન કોઠારી = મહીસાગર

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ મુરલીધર વિદ્યાલય માં ધોરણ 10 માં અભ્યાસ કરતી હર્ષિકા નયનભાઈ ડામોરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા નું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત 2025 ના કાર્યક્રમમાં ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી કુલ ચાર વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે મોકલવામાં આવતા ચાર પૈકી એક વિદ્યાર્થી સંતરામપુર તાલુકાની વિદ્યાર્થીની હર્ષિકા એ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

Back to top button
error: Content is protected !!