હાલોલની કલરવ સ્કૂલની આંતરરાષ્ટ્રીય વિજેતા ટીમનું હાલોલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૪
આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ વિદ્યાર્થી ગુણવત્તા અધિવેશનમાં હાલોલ ની કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા થઈ પરત આવતા તેઓનું હાલોલ નગર ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, ભારતીય જનતા પાર્ટી, વાલીઓ તથા નગરજનો દ્વારા આ વિજેતા ટીમનું ભવ્ય સ્વાગત નગરપાલિકા ખાતે સ્વાગત રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને વિન્ટેજ કારમાં બેસાડી અને ડીજેના તાલે હાલોલ નગરમાં ભવ્ય સ્વાગત રેલી યોજવામાં આવી હતી. આ રેલી હાલોલ નગરપાલિકા થી નીકળી હાલોલ નગરના રાજમાર્ગો પર થઈ કલરવ સ્કૂલ ખાતે પહોંચી હતી.જેમાં ધારાસભ્ય, ચીફ ઓફિસર, શાળાના વાલીઓ,વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો જોડાયા હતા.વાલીઓ દ્વારા અનેક સ્થળે તેમજ પાવાગઢ રોડ પર હાજી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ તબક્કે શાળા પરિવાર ધારાસભ્ય,હાલોલ નગરપાલિકા,વાલીઓ, પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો તથા સર્વે નગરજનો નો વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે અને આ ભવ્ય સ્વાગત કરવા માટે કલરવ શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો હતો.