સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણ ક્વિઝ સ્પર્ધા

26 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણ.ક્વિઝ સ્પર્ધા અમીરગઢ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણ ખાતે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાનવૃદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ કરવાનો હતો.
આ સ્પર્ધામાં કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે ‘વિજય પથ’ ટીમ વિજેતા બની હતી. શાળાના આચાર્ય ડૉ. ગજેન્દ્રસિંહ તેમજ અન્ય શિક્ષકોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આચાર્યશ્રીએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતાની ભાવના કેળવાય છે અને તેમનું સામાન્ય જ્ઞાન પણ વધે છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક રહ્યો હતો.




