GUJARATKUTCHMANDAVI

રાસાયણિક ખાતર ફરિયાદ કંટ્રોલરૂમ શરૂ કરવા રજુઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા,-૧૫ જુલાઈ : કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતરો મહત્વની ભૂમિકા ભજવે છે. ખાતરો પાકને સ્વસ્થ વિકાસ અને સુધારેલી ખાદ્ય ગુણવતા માટે જરૂરી આવશ્યક પોષક તત્વો પુરા પાડે છે. ખાતર એ આવશ્યક ચીજવસ્તુ હેઠળ આવે છે. જે ખાતર ( અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) નિયંત્રણ હુકમ, ૧૯૮૫ દ્રારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ નિયંત્રિત થાય છે. સારા વરસાદને લીધે મોટા પ્રમાણમાં ખેતી પાકોનું વાવેતર થવાને લીધે ખાતરની ઉચી માંગને કારણે ડુપ્લીકેટ ખાતર/ભળતાનામ વાળા ખાતર/નીચી ગુણવતાવાળા ખાતરો લેભાગુ તત્વો દ્વારા વેચાઈ શકે શકે છે. તે બાબતે તમામ ખેડૂત/વિક્રેતા એ સતર્ક રહેવા જણાવવામાં આવે છે. ખાતર ( અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) નિયંત્રણ હુકમ, ૧૯૮૫ હેઠળ આવરી લીધેલ તમામ ખાતરો જેમકે રાસાયણિક ખાતરો (Urea, DAP, NPK, MOP, SSP) ઓર્ગેનીક ખાતરો, જૈવિક ખાતરો, સુક્ષ્મ તત્વો,FOM, LFOM, નેનો ખાતરો, પાણીમાં દ્રાવ્ય ખાતરો,પ્રવાહી ખાતરો, ફોર્ટીફાઈડ ખાતરો, કસ્ટમાઇઝ ખાતરો વિગેરેની ચકાસણી અર્થે નિયમિત નમૂના મેળવવામાં આવી રહ્યા છે. તેમજ સબસીડાઇઝ ખાતરોની કાળાબજારી, વધુ ભાવ લઇ વેચાણ, ડાયવર્ઝન અને સંગ્રહખોરી, બાબતે આપના ગામ/તાલુકામાં અનિયમિતા જણાય તો તે અંગે તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખા, ખેતી અધિકારીને જાણ કરવા તેમજ જિલ્લાકક્ષાએ નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ), ની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર બિલ્ડીંગ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ કંટ્રોલ રૂમ નંબર : ૦૨૮૩૨-૨૨૧૦૩૮ પર તેમજ ભારત સરકારશ્રીના ખાતર કંટ્રોલ રૂમ ૦૧૧-૨૩૦૭૪૪૦૭ પર સંપર્ક કરી આપની રજૂઆત/ફરીયાદ કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!