
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વિકાસ અને વિશેષ આયોજન માટે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા,ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાનનાં પી.પી.સ્વામીજી,અને રાકેશભાઈ તથા રાહુલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ હતી.બેઠકનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવાનો હતો.આ મુલાકાત દરમિયાન, ડાંગ જિલ્લાના સ્થાનિક મુદ્દાઓ, વિકાસ કાર્યો અને ભવિષ્યના આયોજનો અંગે વિગતવાર વાતચીત કરવામાં આવી હતી.ખાસ કરીને, ડાંગ જિલ્લાને પ્રવાસન, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે વધુ વિકસાવી શકાય તે અંગે સૂચનો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટેના પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક ડાંગ જિલ્લાના ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.કેન્દ્રીય સ્તરે ગૃહમંત્રી સાથે સીધી ચર્ચા થવાથી અગામી દિવસોમાં ડાંગના વિકાસ કાર્યોને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે..




