DAHODGUJARAT

દાહોદના ઠક્કર ફળિયાખાતે ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી માટે મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ

તા.૧૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર દાહોદ

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ઠક્કર ફળિયાખાતે ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી માટે મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ

મોહમ્મદિયા ફ્રેન્ડ્સ સરકાર ઠક્કર ફળિયા દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશયથી મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રસંગે અનુરૂપ મોટીવેશનલ સ્પીકર તરીકે મુનિરાબેન કાદિર ઉપસ્થિત રહી અને બાળકોને બોર્ડની પરીક્ષામાં ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યો કમલેશ લીમ્બાચીયા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડમાં ઉત્તમ પરિણામ મેળવે તેવું પ્રોત્સાહિત ઉદબોદન કરવામાં આવ્યું કરવામાં આવ્યું પ્રસંગે સાબેરાબેન, સાબીરભાઈ, આરજુ બેન, ઇસરત બેન દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું ત્યારબાદ ધોરણ 10 અને 12 ના 20 બાળકોને લખવા માટેનું પેડ કંપાસ બોક્સ અને પેનનું પેકેટ ની કીટ બનાવી કમલેશ લીમ્બાચીયા અને ઈરફાન મોગલ દ્વારા આપવામાં આવી અને ઉત્તમ પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવે કાર્યક્રમ સંચાલન નઈમ મુનશી દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ આભાર વિધિ જાવેદ મુનશી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે સલીમભાઈ મુનશી, સિરાજભાઈ સૈયદ, ઈરફાન મલેક ,ડો ઇજહાર શેખ ,અફનાન દડી, ઈકબાલ મોગલ મુસ્તાકભાઈ સૈયદ સહિત સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ,વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!