ગ્રામ વિકાસ મંડળ દલવાડા હાઈસ્કૂલ ખાતે વય નિવૃત સમારંભ યોજાયો
28 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી નાનજીભાઈ અને ચેલાભાઈ દેવાભાઈ અંબાણી વિદ્યાલય ખાતે તારીખ 25 ઓક્ટોબર 2024ના રોજ શાળાના મદદનીશ શિક્ષક અમૃતભાઈ રાજવંશી નો વય નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન પ્રવીણભાઈ જોશી ડાયરેક્ટર વિમળા વિદ્યાલય ગઢ, દિનેશભાઈ ચૌધરી આચાર્યશ્રી વિમળા વિદ્યાલય ગઢ, ધુડાભાઈ ભૂટકા પ્રમુખશ્રી ગ્રામ વિકાસ મંડળ, જીતુભાઈ પટેલ મંત્રીશ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા, સોમાભાઈ ગામી, ગોદડભાઈ ગામી, હીરાભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ભીખાભાઈ પંચાલ, મહેશભાઈ ઠાકર આચાર્યશ્રી શાળાના સારસ્વત મિત્રો અને મહેમાનો હાજર રહ્યા હતા. અમૃતભાઈ રાજવંશી ને સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.ગ્રામ વિકાસ મંડળ અને શાળા તરફથી સન્માન પત્ર,મોમેન્ટો અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું . મુખ્ય મહેમાન પ્રવીણભાઈ જોશી વય નિવૃત્તિ લેનાર અમૃતભાઈ રાજવંશીની કારકિર્દીની માહિતી આપી હતી. શાળા અને સમાજ માટે હર હંમેશ ઉપયોગી થાવ તેવી હાકલ કરી હતી. શાળાના મંત્રી જીતુભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં વય નિવૃત્તિ લેનાર રાજવંશી સાહેબનું જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ઠાકરે અમૃતભાઈ રાજવંશી ટૂંકા સમયમાં શાળા માટે ઉપયોગી થયા તેની વિસ્તૃત માહિતી આપી હતી. બાકીનું જીવન દીર્ઘાયુ તંદુરસ્ત રહે તે માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ શાળાના મદદનીશ શિક્ષક કરમણજી ઠાકોરે કર્યું હતું.




