
દેડિયાપાડા તાલુકામાં ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે હાલાકી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/08/2025 – નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકામાં ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહયાં છે. ડેડીયાપાડા તાલુકામાં આદિવાસી જનતાને માત્ર ચોમાસાની સિઝનમાં જ ખેતી કરવાનો મોકો મળે છે અને ત્યારે જ યુરિયા ખાતર ન મળતા લોકોની ભારે કફોડી હાલત થાય છે.અહીંના લોકો ખાતર માટે શરૂઆતથી જ જણાવવાનું હોય ત્યારે લાઈન લગાવીને ઉભા હોય છે પરંતુ અમુક વ્યક્તિઓને ભાગ્યા ખાતર મળે છે.બાકીના લોકોને નિરાશ થઈને ફરવું પડે છે
બે થેલી ખાતર ખરીદવા માટે ખેડૂતો આખો દિવસ કેન્દ્રની બહાર લાઇનમાં ઉભા રહે છે. તાલુકામાં કેટલાંક યુરિયા ખાતર પૂરો પાડ્યા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર રાસાયણિક ખાતર નથી તેમ બોર્ડ મારી દેવામાં આવ્યું હોવા છતાં રાત્રિના ત્રણ વાગ્યાથી આદિવાસી ખેડૂતો રાસાયણિક ખાતર લેવા લાંબી લાંબી લાઈનો ઉભા હોય છે.
આધારકાર્ડ લાઈનમાં મૂકી દેવામાં આવે છે. આખો દિવસના સુધી રાસાયણિક ખાતર મેળવવા માટે ખેડૂતોને લાઇનોમાં ઊભા રહી પ્રતિક્ષા કરવી પડી છે. દેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો યુરિયા ખાતર માટે ધરમધકકા ખાય છે પરંતુ રાસાયણિક ખાતર મળતું નથી. એક બે યુરિયા ખાતરની બેગ ખેડૂતોને માંડ અપાતી હોય છે.
જેની સામે ખેડૂતોને યુરિયા ખાતરની 10 બેગની જરૂર હોય છે. છેલ્લા એક દોઢ મહિનાથી એક ધારો વરસાદ વરસ્યા બાદ હાલ ઉઘાડ ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે. ખાતર ન મળતાં ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, મકાઈ, ડાંગર અને શાકભાજીના પાકોનો વિકાસ અને વૃદ્ધિ અટકી ગઈ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે દેડિયાપાડા તાલુકામાં યુરિયા ખાતર વિના ખેડૂતોના વિવિધ પાકો નિષ્ફળ ગયા છે. ખેડૂતોની દયનીય હાલત બની છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે



