GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે જલારામ જયંતિ નિમિતે જલારામ મંદિર દ્વારા ભવ્ય બાઇક રેલી, દાંડિયા રાસ, શોભાયાત્રા તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

જલારામ બાપા ની 224 મી જન્મ જયંતી સમગ્ર ગુજરાત માં ઊજવવામાં આવી રહી છે અને બાપા ના વિચારો પ્રમાણે ઠેર ઠેર ભજન, ભોજન, મહા આરતી નાં આયોજન થયેલ છે ત્યારે આજરોજ જલારામ જયંતી નિમિત્તે કેશોદ જલારામ મંદિરે થી ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગી સાથે મોટી સંખ્યામાં બાઇક સાથે લોકો જોડાયા હતા અને કેશોદ નાં મુખ્ય માર્ગો પર પસાર થઇ ને જલારામ મંદિરે પરત ફરી હતી તેમજ ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કેશોદની મુખ્ય બઝારમાં ફરી હતી તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું.દરેક બાઇક સવાર દ્વારા વ્હાઇટ બ્લૂ ડ્રેસ કોડ માં જલારામ બાપા નાં ખેસ અને માથે જલારામ બાપા ના નામ વાળી પટ્ટી લગાડવામાં આવી હતી દરેક ભકતો દ્વારા બાઇક રેલી માં શિસ્ત બંધ રીતે જલારામ બાપા ના નારા સાથે બાઇક ચલાવી હતી આ તકે ડી.વાય.એસપી બિપીન ઠકકર સાહેબ, પી.આઇ. કોળી સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અન ઇચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!