GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાના ગુંદીયાલી ગામના તળાવ પાસે ધાણી પાસા વડે જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ

૨૧-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર. એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ. વાલાભાઇ ગોયલ, બલભદ્રસિંહ રાણા, પ્રધ્યુમનસિંહ ગોહિલ, સુરજભાઇ વેગડા, શક્તિસિંહ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા તથા પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અશોક કેશર સંઘાર રહે. પીપરી તા.માંડવી તથા મોહન ગોવીંદ ગઢવી રહે ભીસરા તા.માંડવી મુળ તથા અનિરૂધ્ધસિંહ રામસંગજી ચાવડા રહે, માંડવી વાળાઓ ભેગા મળી બહારથી ખેલીઓ બોલાવી ગુંદીયાળી ગામની ઉત્તર બાજુએ ગજણા તળાવથી થોડેક દૂર પાણીના છેલ્લામાં ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી ટીમ દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા જુગાર રમતા ખેલીઓ (૧)અશોક મુરજી મહેશ્વરી(ઉ.વ.૩૭) રહે.મહેશ્વરીવાસ ગુંદીયાળી તા.માંડવી (જાણીતા જુગારી) (૨) રાજદીપસિંહ દીલીપસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે. દરબારગઢ,ગુંદીયાળી તા.માંડવી (જાણીતા જુગારી)ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાથે પકડાયેલ મુદ્દામાલ .રોકડા રૂપીયા ૨૪,૭૦૦/-,મો.સા. નંગ-૦૭ કી..રુ,૨,૮૦,૦૦૦/-,ધાણીપાસા નંગ-૨ કી.રૂ, ૦૦-૦૦,એમ કુલ કિ.રૂ.૩,૦૪,૭૦૦/-ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ.સાથે અન્ય જુગાર રમતાં નાશી છુટેલા નવ ખેલીઓને ઝડપી પાડવા માટે માંડવી મરીન પોલીસે આગળની તપાસ હાથધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!