TANKARA:ટંકારાનાં હોટેલ કમ્ફર્ટમાં જુગારની રેડ મામલે સસ્પેન્ડેડ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુન્હો દાખલ

TANKARA:ટંકારાનાં હોટેલ કમ્ફર્ટમાં જુગારની રેડ મામલે સસ્પેન્ડેડ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુન્હો દાખલ
ટંકારાના લજાઈ નજીક કમ્ફર્ટ રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયા બાદ તત્કાલીન પી આઈ અને કોન્સ્ટેબલ પર ગંભીર આરોપો લાગ્યા હોય જે બાદ એસ એમ સી ના એસ પી સહિતની ટીમ કમ્ફર્ટ રિસોર્ટમાં તપાસ માટે દોડી આવી હોય જે તપાસ બાદ તત્કાલીન પી આઈ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી તો બંને પર ખોટા દસ્તાવેજો ઉભા કરી લાંચની માંગણી કરી પૈસા સ્વીકાર્ય હોવાનો ગુન્હો નોંધાયો છે
મોરબીના લજાઈ ગામ નજીક આવેલ કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.૧૦૫ માં ગત તા. ૨૬-૧૦ ના રોજ રાત્રીના દરોડો પાડી ટંકારાના તત્કાલીન પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી નિરવભાઈ અશોકભાઇ ફળદુ, ,નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા, ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા,રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા,કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ,નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, ગોપાલ રણછોડભાઈ સભાડ અને ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી ૬૩ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો જે બાદ તત્કાલીન પી આઈ ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા આ જુગાર દરોડા પ્રકરણમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવતા અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને રાજકીય આગેવાનની રજુઆત રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવતા પીઆઇપી. આઇ. વાય.કે.ગોહિલ તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જે તપાસ બાદ ગત રાત્રીના એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્વારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂપિયા ૧૨,૦૦,૦૦૦ વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂપિયા ૪૧,૦૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સૌશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂપિયા ૫૧ લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.









