હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે 77 માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી કરાઈ,શાળાની વિદ્યાર્થીની પલક પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧.૨૦૨૬
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે 77 માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના પ્રમુખ,ટ્રસ્ટી અને મુખ્ય મહેમાન તરીકે (એસ.એસ.સી બોર્ડની પરીક્ષા માર્ચ 2024-25 માં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર)* સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પરમાર પલક વિક્રમસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા મુખ્ય મેહેનાન તરીકે આમંત્રિત આ વિદ્યાર્થીની ને હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંક મેળવવા બદલ શાળાના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ બંને માધ્યમના આચાર્યઓ તરફથી આ વિદ્યાર્થીનીને રૂ.5000 નો ચેક તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાતાની પૂજા કરી હતી. આ રાષ્ટ્રીય પર્વ પર શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ તથા બંને માધ્યમના આચાર્યઓ દ્વારા પ્રોત્સાહનરૂપી ભેટ આપવામાં આવી. તથા પ્રોગ્રામના અંતે પ્રમુખ, ટ્રસ્ટી અને બંને માધ્યમના આચાર્યઓએ આ પ્રોગ્રામને સફળ બનાવનાર તમામ શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યોં હતો.







