
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ની ઉજવણીમાં અરવલ્લી જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોનો ઉત્સાહ*
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ના ઉપલક્ષ્યમાં પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના GST અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હિતલક્ષી નિર્ણયની પ્રશંસા કરી. આ નિર્ણયના સમર્થનમાં, અરવલ્લી જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા માનનીય વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. અરવલ્લી જિલ્લા માં આજદિન સુધી 125200 પોસ્ટ કાર્ડ લખાયા છે.આ અભિયાન દ્વારા અરવલ્લી જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોએ માનનીય વડાપ્રધાન ના નેતૃત્વમાં દેશના વિકાસ અને સમૃદ્ધિ માટેના પ્રયાસોને બિરદાવ્યા. આ પહેલથી સહકારી ચળવળને મજબૂત કરવા અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત થયો.




