
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પૂજ્ય નૃસિંહભાઈ ભાવસારની 110 મી જન્મ જયંતીની સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે ભવ્ય ઉજવણી
20 મી સદીના મહામાનવ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક, ગરીબોના બેલી પૂજ્ય નૃસિંહભાઈ ભાવસારની 110 મી જન્મ જયંતી આજરોજ સર્વોદય આશ્રમ નૂસિંહ ધામ ખાતે માનનીય આદિજાતિ મંત્રી પી.સી બરંડા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ, મુખ્ય મહેમાન તરીકે વિ.આર સક્સેના પ્રાયોજના વહીવટદાર, અતિથિ વિશેષ ધનજીભાઈ નીનામા પ્રમુખ તાલુકા પંચાયત ભિલોડા, ધીરુભાઈ ચૌધરી, શ્રી જયેશભાઈ રબારી, મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ અરવલ્લી,સાબરકાંઠા, તેમજ આમંત્રિત મહેમાનો દિલીપભાઈ કટારા, રણવીરસિંહ ડાભી, તાલુકા પ્રમુખ મનોજભાઈ, રાજુભાઈ નીનામા, ગીરીશભાઈ પટેલ ડિરેક્ટર,બાબુભાઈ નાયી,શામળાજી, શાળરપુર,વેણપુર સરપંચ ઓ, તાલુકા સદસ્ય ઓ,પૂર્વ તાલુકા સદસ્ય ઓ,ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી હતી, ત્યારબાદ મહેમાનોનું બુકે,સાલ,મોમેન્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધનજીભાઈ નીનામા સાહેબે કે જેવો સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વર્ણવ્યા હતા તેમજ પ્રાયોજના વહીવટદાર એ બાળકોને શુભેચ્છાઓ તેમજ સંસ્થા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિને બિરદાવી હતી, સમારંભ અધ્યક્ષ માનનીય મંત્રી પી.સી બરંડા સાહેબે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિને બહાર કાઢી વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું કામ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી તેમજ સંસ્થાની જરૂરિયાત પડે ત્યારે ઉપયોગી બનવાની ખેવના વ્યક્ત કરી હતી, આજના કાર્યક્રમના ભોજન દાતા તરીકે ભરતભાઈ પટેલના પરિવારનો ઉમદા સહયોગ મળ્યો હતો,પૂજ્ય મોટાભાઈ ની યાદ માં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ વિભાગો ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને ઇનામો તેમજ પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રોગ્રામમાં વિજયનગર, ભિલોડા, મેઘરજ તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થા ના ટ્રસ્ટીઓ ઓ, વિદ્યાર્થીઓના વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ પટેલ, સુનિલભાઈ ગામેતી, વિમલભાઈ વડાલીયા, મેહુલભાઈ પટેલ, તેમજ સૌ વિભાગીય વડાઓ, ગૃહપતિ ઓ, કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ અમૃતભાઈ નીનામા ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી હતી.





